સાસરીયાઓનો ત્રાસ:પીયરમાંથી પૈસા મંગાવવાનું કહી પતિએ પત્નીને મારમાર્યો, શારીરિક માનસિક દુ:ખત્રાસ ગુજારી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના સરંભડામા રહેતી અને કાલસારી સાસરે સ્થિત મહિલાને પીયરમાથી પૈસા મંગાવવાનુ કહી પતિએ મારકુટ કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. સરંભડામા રહેતા વર્ષાબેન જયસુખભાઇ સાગઠીયા (ઉ.વ.30) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સાસરીયાએ અવારનવાર પીયરમાથી પૈસા મંગાવવાનુ કહી શારીરિક માનસિક દુખત્રાસ ગુજાર્યો હતો. તેમજ પતિ જયસુખભાઇએ મારકુટ કરી હતી.

આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ ગાંગાભાઇ, જયાબેન, સામતભાઇ, કિશોરભાઇ, ભાનુબેન, હંસાબેન વિગેરેએ પણ ગાળો આપી માનસિક દુખત્રાસ ગુજાર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...