ફરિયાદ:સાવરકુંડલામા તું મને ગમતી નથી કહી પતિએ પત્નીને મારમાર્યો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલામાં રહેતા અને લીલીયા સાસરે સ્થિત મહિલાની વ્યથા

સાવરકુંડલામા રહેતા અને લીલીયા સાસરે સ્થિત એક મહિલાને તેના પતિએ તુ મને ગમતી નથી કહી મારકુટ કરી તેમજ સાસરીયાએ પણ પુત્ર સાથે ઘરેથી કાઢી મુકી દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.આમેનાબેન શાહરૂખખાન પઠાણ (ઉ.વ.23) નામના મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન વર્ષ 2016મા થયા હતા.

લગ્નના થોડા સમય બાદ પતિ શાહરૂખે કહ્યું હતુ કે તુ મને ગમતી નથી, મારા ઘરનાના કહેવાથી મે લગ્ન કર્યા છે કહી મારકુટ કરતો હતો. આ ઉપરાંત સસરા, જેઠ વિગેરે પણ તેની ચડામણી કરતા હતા. બાદમા આમેનાબેન પોતાના માવતરે આવતા રહ્યાં હતા. પુત્રનો જન્મ થતા ફરી તેઓ સાસરે ગયા હતા. પરંતુ થોડા દિવસો બાદ ફરી પતિ સહિત સાસરીયાએ દુખત્રાસ ગુજારી પુત્ર સાથે ઘરેથી કાઢી મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...