ફરિયાદ:રાજુલામાં કરિયાવર બાબતે પતિએ પત્નીને મારમાર્યો, રાવ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજુલામા આગરીયા જકાતનાકા પાસે રહેતા એક મહિલાને તેના પતિએ કરિયાવર મુદે બોલાચાલી કરી મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ તને જુની બિમારી છે કહી જ્ઞાતિમા ખોટી વાતો ફેલાવી દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.અહી રહેતા કુલશમબેન મહમદભાઇ સેલોત (ઉ.વ.23) નામના મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન મહમદ સાથે થયા હતા. લગ્નની શરૂઆતના છ મહિના લગ્ન જીવન સારૂ ચાલ્યુ હતુ. બાદમા પતિ અને સાસુ નજમાબેને અવારનવાર કરિયાવર મુદે મેણાટોણા માર્યા હતા.

બાદમા તેના પતિ મહમદે તેથી સાથે મારકુટ કરી હતી.કુલશમબેનને તાવ આવતો હોય તેના પિયરમા જતા રહ્યાં હતા ત્યાં તેમના પિતાએ તેમની સારવાર કરાવી હતી અને બાદમા સમાધાન માટે જ્ઞાતિની મિટીંગ બોલાવી હતી. બંને પક્ષો ભેગા થયા હતા. પરંતુ પતિ મહમદભાઇએ કહેલ કે કુલશમને જુની ઇસ્ટોરીયાની બિમારી છે એટલે જોતી નથી. 181ની ટીમને પણ જાણ કરી હતી. પરંતુ સાસરીયાએ સમાધાન કર્યુ ન હતુ. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...