સળગાવી દેવાની ધમકી:રાજકોટમાં પતિએ નશો કરેલી હાલતમાં પત્નીને મારમાર્યો, ફરિયાદ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ સાસરે સ્થિત મહિલાએ અમરેલી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • કરીયાવર મુદ્દે દુ:ખત્રાસ આપી સળગાવી દેવાની ધમકી આપી

અમરેલીમા સાવરકુંડલા રોડ પર રહેતા અને રાજકોટ સાસરે સ્થિત મહિલાને તેના પતિએ નશો કરેલી હાલતમા મારકુટ કરી કરીયાવર મુદે સાસરીયાએ દુખત્રાસ આપી સળગાવી દેવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિકીતાબેન ધીરૂભાઇ બારૈયા (ઉ.વ.21) નામના મહિલાએ અમરેલી મહિલા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન રાજકોટ રહેતા કેતન ઉર્ફે જીમ્મી રાજેશ ચાવડા સાથે થયા હતા. અને તેઓ સંયુકત પરિવારમા રહેતા હતા. પતિ દારૂ વેચવાનો ધંધો કરતો હોય અને નશો કરેલી હાલતમા આવી તેની સાથે મારકુટ કરતો હતો.

આ ઉપરાંત સસરા રાજેશભાઇ, સાસુ નીમુબેન, આરતીબેન, ભીખાભાઇ અને લાભુબેન અવારનવાર કરિયાવર મુદે મેણાટોણા મારી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા હતા. તેમજ સળગાવી દઇ મારી નાખવાની ધમકી આપતા હતા. બનાવ અંગે પીએસઆઇ કે.ટી.બગડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...