પોલીસ ફરિયાદ:ખબર પુછવા જવાની ના પાડતા પતિએ પત્નીને માર માર્યો, અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામમાં બની ઘટના

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયામા રહેતા એક મહિલાએ ખબર પુછવા જવાની ના પાડતા તેના પતિએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મીનાબેન વાલજીભાઇ મકવાણા (ઉ.વ.40)નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ વાલજીભાઇએ મોટા ભાઇની દીકરીના ઘરે ખબર પુછવા જવાનુ કહેતા મીનાબેને ના પાડતા તે ઉશ્કેરાઇ ગયા હતા અને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત હિરાભાઇ અને શાંતાબેને શારીરિક માનસિક દુખત્રાસ ગુજારી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ વી.એસ.વણજર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...