વિવાદ:ધારગણીમાં પત્નીને મળવા જતાં પતિને સાળાએ માર્યો, સસરાએ પણ લાકડી વડે ઇજા પહાેંચાડી

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખાંભાના સમઢીયાળામા રહેતાે અેક યુવક તેની પત્નીને મળવા ધારગણી ગામે જતા તેના સસરા અને બે સાળાઅે તેને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા ચલાલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અાેઢાના સમઢીયાળામા રહેતા મંગાભાઇ સુરાભાઇ ચારાેલીયા (ઉ.વ.20) નામના યુવકે ચલાલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમના પત્નીને મળવા માટે ધારગણી ગયા હતા.

તેઅાે ઘર પાસે પહાેંચ્યા ત્યારે તેમના સાળા દિલા જગાભાઇ, મુન્ના જગાભાઇ અને સસરા જગા કેશુભાઇઅે બાેલાચાલી કરી હતી. ત્રણેય શખ્સાેઅે તેને ગાળાે અાપી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અાઇ.અેલ.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...