તપાસ:તું ઘરકામ કેમ કરતી નથી કહી પતિએ પત્નીને માર માર્યો,રાવ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારી તાલુકાના માલસિકાનો બનાવ
  • શારીરિક, માનસિક દુ: ખત્રાસ ગુજારી મારી નાખવાની ધમકી

ધારી તાલુકાના માલસિકામા રહેતા એક મહિલાને તુ ઘરકામ કરતી નથી કહી તેના પતિએ મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના ધારી તાલુકાના માલસિકામા બની હતી. અહી રહેતા ઉમાબેન રવિભાઇ વાળા (ઉ.વ.25) નામના મહિલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન તારીખ 10/12/21ના રોજ માલસિકા રહેતા રવિભાઇ મધુભાઇ વાળા સાથે થયા હતા. અને તેના બહેન ક્રિષ્નાબેન મધુભાઇ વાળાના લગ્ન મારા ભાઇ ઐયરાજભાઇ મનુભાઇ માંજરીયા સાથે થયા હતા.

લગ્નના બે મહિના ઘર સંસાર સારો ચાલ્યા બાદ તેના પતિએ ખોટી રીતે હેરાનગતિ શરૂ કરી હતી. તેમણે ધારી કોર્ટમા ભરણ પોષણની અરજી કરી હતી જેનુ બાદમા સમાધાન થઇ ગયુ હતુ અને પરત તેઓ સાસરે જતા રહ્યાં હતા. જો કે તારીખ 12/3/3ના રોજ તેના પતિએ નાની વાતમા માથાકુટ કરી મ્યાનમાથી છરી કાઢી હતી અને મ્યાન વડે શરીરે ચરકા કરી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. તેના નણંદ ક્રિષ્નાબેન પણ શારીરિક દુખત્રાસ ગુજારતા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...