ધરપકડ:પત્નીને 12 માસનું ભરણપોષણ નહીં ચુકવનાર પતિની ધરપકડ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર કાેર્ટે 12 મહિનાની જેલની સજા ફટકારી હતી

બગસરાના જીનપરા વિસ્તારમા રહેતા યુવક સામે તેની પત્નીઅે પાેરબંદર ફેમેલી કાેર્ટમા 12 માસનુ ભરણપાેષણ મેળવવા દાદ માંગી હાેય અને કાેર્ટે તેને 12 માસની સજા ફટકારી હાેય અમરેલી પેરાેલ ફર્લાે સ્કવાેડે અાજે તેની ધરપકડ કરી હતી.અમરેલી પેરાેલ ફર્લાે સ્કવાેડના પીઅેસઅાઇ અાર.કે.કરમટા તથા સ્ટાફના શ્યામકુમાર બગડા, હરેશભાઇ વાણીયા, જીજ્ઞેશભાઇ પાેપટાણી અને જનકભાઇ કુવાડીયાની ટીમે અાજે બગસરાના જીનપરા વિસ્તારમા કુંકાવાવ નાકાની બાજુમા રહેતા અલ્પેશ પાેપટભાઇ કણજારીયા નામના 30 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી.

અા શખ્સ સામે તેની પત્નીઅે પાેરબંદર ફેમેલી કાેર્ટમા ભરણપાેષણ માંગ્યુ હતુ. અદાલતના હુકમ મુજબનુ ભરણપાેષણ તેણે 12 માસ સુધી તેની પત્નીને ચુકવ્યું ન હતુ. જેને પગલે અદાલતે તેને કસુરવાર ઠરાવી 360 દિવસની સાદી કેદની સજાનાે હુકમ કર્યાે હતાે. જેને પગલે અહીની પાેલીસે તેની ધરપકડ કરી અમરેલી જિલ્લા જેલમા ધકેલી દીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...