તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમરેલીના ચરખડીયા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીના મોત

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ટ્રક પણ પલટી ખાઈ જતા ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી

અમરેલી જિલ્લામાં આજે જન્માષ્ટમીના પર્વ પર ચરખડીયા પાસે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. અકસ્માત એ રીતે સર્જાયો હતો કે ટ્રક પણ રસ્તા પર પલટી ગયો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ચરખડીયા રોડ પર આજે અમરેલીથી આવી રહેલા રાઘવભાઈ ભીખાભાઈ દાવડા અને તેમના પત્ની વિમળાબેન દાફડાના મોટર સાયકલને એક ટ્રક ચાલકે ટક્કર મારતા પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તો ટ્રક પણ પલટી ખાઈ જતા ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવાામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...