તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાવાઝોડાની સહાયનાં ફોર્મ છાત્રનાં દફતરમાંથી રેઢા મળ્યાં

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કુલે પડેલુ દફતર લેવા છાત્ર પહાેંચ્યાે તાે અંદર સહાયના 25 ફાેર્મ હતા

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે 150 જેટલા લાેકાેના મકાનો પડી ગયા હાેવા છતા તંત્ર દ્વારા તેમને કોઇ સહાય ચુકવવામા આવી રહી નથી તેની વચ્ચે આજે ટીંબીની પ્રાથમિક શાળામાથી મકાન સહાયના 25 ફોર્મ રેઢા મળી આવતા આ ફાેર્મ તાબડતાેબ ટીડીઓને પહાેંચાડી મામલાે દબાવવા પ્રયાસ હાથ ધરાયાે હતાે.

ટીંબી ગામના 150થી વધુ લોકો સહાય માટે રઝળી રહ્યાં છે. 15 દિવસ પહેલા તાલુકા પંચાયતના અધિકારીઓને આ મુદે રજુઆત કરાઇ હતી. કે સર્વે પણ કરાયાે છે અને ફાેર્મ પણ ભરાયા છે છતા સહાય મળી નથી. સ્થાનિક ઓફિસ દ્વારા ઘણી તપાસ કરાઇ પરંતુ આવા મકાન સહાયના કેાઇ ફાેર્મ મળી આવ્યા ન હતા. સ્થાનિક કાર્યકર કપીલભાઇએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ રજુઆત કરી હતી કે અમારા ગામના 200 જેટલા ફાેર્મ આ કચેરીમા પહાેંચ્યા નથી.

દરમિયાન આજે સતાર જમાલભાઇ નામનાે વિદ્યાર્થી શાળામા ઘણા સમયથી પાેતાનુ દફતર પડયુ હાેય તે લેવા ગયાે હતાે. તેને શાળાના થેલામાથી 25 જેટલા ફાેર્મ મળી આવ્યા હતા. જેથી વાલી સાથે તે શાળામા પરત કરવા પહાેંચ્યાે હતાે. આ ઘટનાથી શિક્ષકાે પણ અચંબિત થઇ ગયા હતા. આચાર્ય સંગીતાબેને ટીડીઓને માહિતી આપી હતી. હજુ પણ આવા અનેક ફાેર્મ ગુમ થયેલી હાલતમા છે જેથી તાત્કાલિક આ બારામા તપાસ કરી જવાબદારાે સામે પગલા લેવા માંગ ઉઠી છે.

અહેમદ પટેલ નામના કર્મચારીને ફાેર્મ સાેંપાયા હતા
અહી પિડીત પરિવારાેના ફાેર્મ રઝળતા મળ્યાં હતા. શિક્ષકાેએ આ ફાેર્મ ભર્યા બાદ બહારના જિલ્લામાથી આવેલા એમઆઇ અહેમદ પટેલને સાેંપ્યા હાેવાનુ ફાેર્મ પરથી ફલિત થયુ હતુ. ગામ લાેકાેએ આ અહેમદ પટેલ જયાં નાેકરી કરતા હાેય ત્યાંથી બાેલાવી સહી લઇ પિડીતાેને સહાય અપાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...