તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Hurricane 700 Km From Veraval In Gujarat. Far Away, The 18th Will Pass Through Porbandar And Bhavnagar Districts And Strike The State

16 જિલ્લામાંથી દિવ્યભાસ્કર LIVE:રાજ્યમાં વાવાઝોડાની અસર, ભાવનગરના ત્રણ બંદરો અને અમરેલીના જાફરાબાદમાં 4 નંબરનું તો જામનગરનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ

અમરેલીએક મહિનો પહેલા
  • વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર, 18મીએ પોરબંદર અને મુહવા વચ્ચે ટકરાશે, વાવાઝોડાની ઝડપ 152થી 160 કિ.મી.ની આસપાસ રહેશે
  • સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં તંત્ર અને એનડીઆરએફની ટીમ એલર્ટ
  • નિચાણવાળા વિસ્તારો અને કાંઠા વિસ્તારના ગામોના સ્થળાંતરને લઇને તંત્ર સજ્જ

તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સંભવિત અસર પોરબંદર,ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, ભરૂચ, વલસાડ નવસારી, સુરત જિલ્લામાં જોવા મળશે. તિથલ બિચ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. નવસારીના ઉભરાટમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભાવનગરના ત્રણ બંદરો અને અમરેલીના જાફરાબાદમાં 4 નંબરનું જ્યારેિ જામનગરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે.

ભાવનગરના દરિયાકિનારાના 43 ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
'તાઉ-તે' વાવાઝોડું ભાવનગર જિલ્લામાં ટકરાવવાની પૂરી સંભાવનાને પગલે ભાવનગર જિલ્લાના દરિયાકિનારા નજીકના 43 ગામોના કાચાં-પાકાં, છાપરાંવાળા તથા હંગામી મકાનમાં રહેતાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જવાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ સિવાયના 623 ગામોના લોકો પણ પાકા મકાનોમાં તથા નજીકના આશ્રય સ્થાનોમાં સલામત આશ્રયસ્થાન મેળવી લે તે ઇચ્છનીય છે. ઢળતી સાંજે પૂર્વ દિશામાંથી ઝંઝાવાતી પવનો ફૂકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ઉડી અને ઠંડા પવનો વહેતા થયા હતાં.

ભાવનગરમાં ઝંઝાવાતી પવનો ફૂકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ઉડી
ભાવનગરમાં ઝંઝાવાતી પવનો ફૂકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ઉડી

નવસારીના ઉભરાટના દરિયામાં જોવા મળ્યો કરંટ, લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ પાસેના દરિયા કિનારે પ્રાંત અધિકારી સહિત પોલીસના ઉચ્ચ અધિકારી ઓ હાજર રહીને દરિયાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો,પ્રાંત અધિકારી તુષાર જાનીએ મુશ્કેલી ના સમયમાં કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય તેને લઈને દરિયા કિનારા પાસે આવેલા વાસી અને બોરસી ગામોની મુલાકાત લીધી હતી સાથે જ ગામોમાં જાગૃતિ લાવવા માટે તલાટી સહિતની ટીમે પ્રિ રેકોર્ડીંગ મેસેજ પ્લે કરીને અપીલ કરી હતી,કાચા મકાન ધરાવતા લોકોને સ્થનાતર કરવા અપીલ શરૂ કરી છે.

જામનગર જિલ્લામાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
તાઉ-તે વાવાઝોડાની આગાહીની સંભાવનાના પગલે જામનગર જિલ્લાના તમામ બંદર પર સલામતીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી દેવાઈ છે. તો સાથે દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરાઈ છે.

વલસાડ જિલ્લામાં તાઉ-તેની અસર
સંભવિત તાઉ-તે વાવાઝોડું 18મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાની આગાહીના પગલે હવામાન વિભાગ તરફથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામા આવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અમરેલી જિલ્લામાં માછીમારોને સમુદ્ર છોડી દેવા સૂચના અપાય
તાઉ-તે વાવાઝોડાને લઈ ને વહીવટી તંત્ર સાથે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે પીપાવાવ કોસ્ટ ગાર્ડ પણ એલર્ટ થયુ છે. પીપાવાવ કોસ્ટલ વિસ્તારમા કોસ્ટગાર્ડ બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી લોકોને એલર્ટ કરી રહ્યા છે. સાથે મધ દરિયેથી આવતી બોટો અને માછીમારોને તાકીદે સમુદ્ર હાલ પૂરતી છોડી દેવા આદેશ અને સૂચના આપી રહ્યા છે. વાવાઝોડા સંદર્ભે કોસ્ટગાર્ડ જવાનો પણ જાફરાબાદના માછીમારોના સતત સંપર્કમા જોવા મળી રહ્યા છે. બોટો ને ઝડપથી તમામ બોટો લાંગરી દેવા આદેશ આપી દેવાયા છે ત્યારે જાફરાબાદથી ધારબંદર પીપાવાવ,શિયાળબેટ સહિત દરિયા કાંઠે પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે.

જૂનાગઢઃ નીચાણવાળા ગામમાં વસતા 1,400 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
અરબી સમુદ્રમાં ઉદભવેલા તાઉ-તે વાવાઝોડાની અસરને પહોચી વળવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ સર્તકતાના ભાગરૂપે યુઘ્‍ઘના ઘોરણે કામગીરી શરૂ કરી છે. જો વાવાઝોડુ આવે તો અસરગ્રસ્‍ત લોકોની ભુખ ઠારવા 30 હજાર જેટલા ફૂડ પેકેટો બનાવવાનું શરૂ કરાયુ છે. તંત્રએ સર્તકતાના ભાગરૂપે દરીયાકાંઠા નજીકના નીચાણવાળા ગામમાં વસતા 1,400 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયા છે.

વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. ગુજરાત કોસ્ટમાં 17 તારીખે પહોંચશે અને 18 તારીખે સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 152થી 160 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. નવસારી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાતે વરસાદ શરૂ થયો છે.

17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે
મોહંતીએ જણાવ્યા પ્રમાણે કોસ્ટલ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ પંથકમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ તથા આણંદ અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને કાલે વરસાદ પડશે
વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના લઇને 16 મેના બપોર બાદ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે વરસાદ પડી શકે છે. તેમજ 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જો વાવાઝોડું ત્રાટકશે તો આ જિલ્લામાં તબાહી નોતરશે
હવામાન વિભાગે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે, જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો તો રાજ્યમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી જિલ્લાઓને ઓછી કે વધારે તબાહી નોતરી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાના ગામોમાં એલર્ટ
વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ
તાઉ-તેના ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે પણ એલર્ટ આપ્યુંછે. વાવાઝોડાના જોખમ વચ્ચે મુંબઈની દહિસરના જમ્બો કોવિડ હોસ્પિટલમાંથી 580 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે.હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...