ભીડના ડ્રોન દ્રશ્યો:બાબરા શહેરમાં ભરાતી બુધવારીમાં ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું, આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા

અમરેલીએક મહિનો પહેલા
  • બુધવારી બજારમાં સસ્તી વસ્તુ મળતી હોવાને કારણે લોકોની ભીડ

દિવાળી તહેવારને લઈ બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા બાબરા શહેરમાં પણ દિવાળીના આગલા દિવસે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. બાબરા શહેરમાં નદી કાંઠે બુધવારી ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યો હોવાના ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

બાબરા શહેરમાં ભરાતી બુધવારીમાં કપડા સહિત વિવિધ ખરીદી કરવા માટે ગામડાઓમાંથી વધુ પ્રમાણમાં લોકો આવે છે. દિવાળી તહેવારને લઈ ગઈ કાલે લોકોની ભીડ જોવા મળી હતી. જોકે, લોકો શાંતિ પૂર્ણ રીતે ખરીદી કરી રહ્યા હતા. લોકોની ભીડના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. આ બજારમાં કપડા સસ્તા મળતા હોવાથી વધુ પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે ઉમટે છે. અહીં મધ્યમ વર્ગ અને પછાત વર્ગના લોકો વધુ જોવા મળતા હોય છે.

જિલ્લામાં દરેક તાલુકા મથકમાં એક દિવસ આ પ્રકારની બજાર ભરાય છે. બાબરામાં બુધવારી વર્ષોથી ભરાય છે. જ્યારે રાજુલા શહેરમાં રવિવારી ભરાય છે. જેમાં પણ બાબરાની જેમ જ લોકો ખરીદી કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...