જિલ્લાની પાંચ સીટ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થઇ છે. મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમા છે. જો કે ભાજપ કોંગીના ઉમેદવારો પૈકી 6 ઉમેદવારો ગ્રેજયુએટ છે જયારે એક ડોકટર છે. જયારે ભાજપ કોંગીના એક એક ઉમેદવાર ધોરણ 12 સુધીનો પુરો અભ્યાસ પણ કરી શકયા નથી. અમરેલીના કોંગીના ઉમેદવાર પરેશ ધાનાણી બી.કોમ સુધીનો અભ્યાસ કરી ચુકયા છે. જયારે તેમની સામેના ભાજપના ઉમેદવાર કૌશિકભાઇ વેકરીયા પણ બીકોમ થયેલા છે.
રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઇ ડેર બી.એ.ડીપીએડની ડિગ્રી ધરાવે છે. જયારે ભાજપના હિરાભાઇ સોલંકીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધારીના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા પણ ગ્રેજયુએટ છે તેઓ એમએ થયેલા છે. જયારે તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર કિર્તિ બોરીસાગર ડોકટર છે.
બાબરા સીટના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઇ ઠુંમર પણ બીકોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. જયારે સાવરકુંડલાના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત ધોરણ 12 સાયન્સમા ફેલ થયેલા છે. સાવરકુંડલાના ભાજપના ઉમેદવાર જયસુખભાઇ કસવાલા સોશ્યોલોજીમા એમ.એ છે ઉપરાંત ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલ એન્જીનીયરીંગની ડિગ્રી ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.