ગુરુપૂર્ણિમાની ઉજવણી.:જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાંભામાં સહજાનંદ ગુરુકુળ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી. - Divya Bhaskar
ખાંભામાં સહજાનંદ ગુરુકુળ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી.
  • મંદિર અને આશ્રમ ખાતે પુજન અર્ચન, આરતી, મહાપ્રસાદ, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્લામા અાજે ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા અાવી હતી. સવારથી જ મંદિર અને અાશ્રમ ખાતે ભાવિકાેની ભીડ ઉમટી હતી. ઠેરઠેર ગુરૂપુજન, સત્સંગ, અારતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમાે યાેજાયા હતા.

બાબરામાં તાપડીયા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહી મોટી સંખ્યામાં ભાવિકો તેમજ સેવકગણ દ્વારા તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય ઘનશ્યામદાસબાપુનું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય ઘનશ્યામદાસબાપુનું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઠુંમરે તાપડીયા આશ્રમમાં બ્લોક રોડ માટે રૂપિયા ત્રણ લાખની ગ્રાંટ ફાળવી હતી. આ તકે જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ તેમજ હિતેનભાઈ જસાણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ખાંભામા સહજાનંદ ગુરૂકુળ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામા અાવી હતી. અહી ભાવિકાેઅે ગુરૂપુજન કર્યુ હતુ. સંતાેઅે ગુરૂનાે મહિમા સમજાવ્યાે હતાે. અહી મહાપ્રસાદનુ પણ અાયાેજન કરાયુ હતુ. હરિભકતાે દ્વારા સંતાેનુ ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. કાર્યક્રમનુ સમગ્ર અાયાેજન વિષ્ણુસ્વામીના અધ્યક્ષસ્થાને કરાયુ હતુ. સંચાલન અેડવાેકેટ રાજુભાઇ હરિયાણીઅે કર્યુ હતુ.

અા ઉપરાંત બગસરામા અાપાગીગા ગાદી મંદિર ખાતે પણ ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા અાવી હતી. અહી પુ.જેરામબાપુના સાનિધ્યમા સેવકગણ દ્વારા પુજન અર્ચન, અારતી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનુ અાયાેજન કરાયુ હતુ. અહી હનુમાન ચાલીસા હાેમાત્મક યજ્ઞ, પાદુકા પુજન તેમજ સત્યનારાયણ કથાનુ અાયાેજન કરાયુ હતુ. (ફાેટાે: રાજુ બસીયા, પૃથ્વી રાઠાેડ)

રાજુલાના બારપટાેળીમા ગુરૂપુર્ણિમા ઉજવાઇ
રાજુલાના બારપટાેળી ગામે પરમહંસ અાશ્રમ ખાતે પુ. ઉર્જામૈયાના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઇ હતી. અહી પુજન અર્ચન, અારતી અને પ્રસાદ સહિત કાર્યક્રમ યાેજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...