નિર્ણય:હોમગાર્ડ જવાનોને પણ હવે ચોમાસામાં રેસ્ક્યુની કામગીરીમાં જોડવામાં આવશે

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના હોમગાર્ડ જવાનોને ટ્રેનિંગ આપી અવગત કરાયા

અમરેલી જિલ્લામાં ચોમાસા દરમિયાન જ્યારે પણ આપત્તિનો સમય આવશે. ત્યારે હવે હોમગાર્ડ જવાનો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાશે. જિલ્લાના હોમગાર્ડ જવાનોને આ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે કેટલાક સ્થળો પર પાણી ભરવાની સ્થિતિ જોવા મળે છે. ક્યારે બેટમાં ફેરવાયેલા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની નોબત આવતી હોય છે. આવા સમયે પોલીસ, ફાયર, ડિઝાસ્ટર અને એનડીઆર એફ સહિતનો સ્ટાફ લોકોના રેસ્ક્યુમાં જોડાય છે. પણ હવે અમરેલી જિલ્લામાં હોમગાર્ડ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાશે.

જિલ્લાના હોમગાર્ડ જવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ સ્કીમ હેઠળ ગોંડલ ખાતે ટ્રેનિંગ અપાઈ હતી. ત્યારે હોમગાર્ડ જવાનોને ડીઝાશ્ટર શાખાના ડીપીઓ ડિમ્પલબેન તેરૈયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...