તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમિનાર:અમરેલીના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઘર આંગણે વાવો શાકભાજી સેમિનાર યોજાયો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સેમીનારનું સંચાલન કરનાર નેચર કલબ નજરે પડે છે. - Divya Bhaskar
સેમીનારનું સંચાલન કરનાર નેચર કલબ નજરે પડે છે.
 • રાજકોટ નવરંગ નેચર કલબના પ્રમુખ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

અમરેલીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંગણે વાવો શાકભાજીનો સેમિનાર યોજાયો હતો. અહીં રાજકોટ નવરંગ નેચર કલબ દ્વારા લોકોને શાકભાજી અને વિવિધ વનસ્પતિના ઉછેર માટે માર્ગદર્શન અપાયું હતું.

અમરેલીમાં ગુજકોસ્ટ ડી. એસ.ટી.ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રેરિત ડિસ્ટ્રીકટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર , ચિલ્ડ્રન મ્યુઝિયમ અને બાલભવન તેમજ રાજકોટ નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે આંગણે વાવીએ શાકભાજીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ લોકોને શાકભાજી અને વિવિધ વનસ્પતિનો ઉપયોગ, ઉછેર, માવજત તેમજ દેશી મધ સાથેના વિજ્ઞાનિક ઉપચારની માહિતી પ્રદાન કરી હતી.

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા સેમિનારમાં નરેશભાઈ નકુમ, સંજયભાઈ રામાણી, દક્ષાબેન પાઠક, કરકરભાઈ, જીવનભાઈ કાબરીયા, જે.પી.સોજીત્રા, કનુભાઈ વાળા, ડો ડબાવાલા અને પરેશભાઈ શુકલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નિલેશભાઈ પાઠક સહિત ટીમે ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો