ફરિયાદ:લીલીયામાં પિતા પુત્ર પર હોકી અને પાઇપ વડે હુમલો, ફરિયાદ

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

લીલીયામાં રહેતા એક આધેડના દીકરાને યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને યુવતી તેના ઘરે આવતા યુવતીના પરિજનોએ અહી ધસી આવી યુવક અને તેના પિતાને હોકી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા આ બારામા લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

પિતા પુત્ર પર હુમલાની આ ઘટના લીલીયામાં બની હતી. અહી રહેતા રાજુભાઇ નનુભાઇ વણોદીયા (ઉ.વ.50) નામના આધેડે લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીકરા કમલેશ અને હેમુભાઇની દીકરી સંગીતાને પ્રેમસંબંધ હોય તે મુદે સુભાષ ઉર્ફે ભોલો હેમુભાઇ ગોરાસવા, બાઘા ઘુડાભાઇ, અનીલ બાઘાભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી હેાકી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે સુભાષભાઇ હેમુભાઇ ગોરાસવાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે રાજુ નનુભાઇ વણોદીયા, કમલેશ રાજુભાઇ, અજય રાજુભાઇ વિગેરેએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...