કાર્યવાહી:જુદા-જુદા 13 ગુના આચરનાર લોઠપુરનો હિસ્ટ્રીશીટર શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા, લુંટ, મારામારી અને ચાેરી જેવા ગંભીર ગુનાઓમાં સંડાેવાયેલાે હતાે

જાફરાબાદ તાલુકાના લાેઠપુર ગામનાે અેક શખ્સ ચાેરી, લુંટફાટ, હત્યા જેવા ગંભીર ગુનાઅાેમા વારંવાર પકડાયાે હાેય અા હિસ્ટ્રીશીટરની અાજે પાેલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યાે હતાે. અમરેલી અેલસીબીઅે જાફરાબાદ તાલુકાના લાેઠપુર ગામના મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાઘેલા (ઉ.વ.21) નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી હતી. અા શખ્સે પાછલા કેટલાક સમયગાળા દરમિયાન ગંભીર પ્રકારના ગુનાઅાે અાચરી કાયદાે અને વ્યવસ્થાની સ્થિતિ સામે જાેખમ ઉભુ કર્યુ હતુ.

અા શખ્સે રાજુલા જાફરાબાદ, પીપાવાવ, ડુંગર અને નાગેશ્રી પાેલીસ મથક હેઠળ અાવતા વિસ્તારમા પાછલા કેટલાક સમયગાળામા ગંભીર પ્રકારના 13 ગુના અાચર્યા હતા. તેની સામે જાફરાબાદ, રાજુલા, નાગેશ્રી અને પીપાવાવ પાેલીસ સ્ટેશનમા લુંટનાે ગુનાે નાેંધાયાે હતેા. જયારે જાફરાબાદમા હત્યા કેસમા પણ તેની સંડાેવણી હતી. અા ઉપરાંત મારામારી, બાઇક ચાેરી વિગેરે ગુનામા તેની સંડાેવણી હાેય પીઅાઇ અાર.કે.કરમટા તથા સ્ટાફે તેની પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને માેકલી હતી. અા દરખાસ્ત મંજુર થતા અેલસીબીઅે અાજે તેની ધરપકડ કરી પાલનપુર જિલ્લા જેલમા માેકલી અાપ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...