કામગીરી:હિરકબાગમાં રૂપિયા 15.82 કરોડના ખર્ચે વોટર સંપ બનશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના છેવાડાના રહિશોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે કામગીરી શરૂ કરાશે

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે શહેરની મધ્યમા આવેલ હિરકબાગ ખાતે રૂપિયા 15.82 કરોડના ખર્ચે વોટર સંપ બનાવી છેવાડાના રહિશેાને પુરતા પ્રમાણમા પીવાના પાણીની ઉપલબ્ધી માટે કામગીરી શરૂ કરાશે. પાલિકા દ્વારા શહેરને ગ્રીન સીટી બનાવવા પાંચ હજાર વૃક્ષોનુ વાવેતર, 20 કરોડના બ્લોક, સીસી રોડની કામગીરી હાલ વેગવંતી છે.

ત્યારે શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા હલ કરવા પાલિકાની ટીમ દ્વારા સરકારમા દરખાસ્ત કરવામા આવી હતી. સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુખાકારી અર્થે રૂપિયા 1008 લાખના પાણીના પ્રોજેકટની સૈધ્ધાંતિક મંજુરી આપી હતી.

પાલિકા દ્વારા શહેરના હિરકબાગમા વોટરવર્કસ, પાણીના શુધ્ધિકરણ માટે ફિલ્ટર પ્લાન્ટના રીનોવેશન, ઓ.જી વિસ્તારમા પાણીની પાઇપ લાઇનો, પમ્પીંગ મશીનરી સહિતની કામગીરી અર્થે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. આ તમામ કામગીરી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન ગાંધીનગર દ્વારા મંજુરી આપવામા આવી હતી. આગામી દિવસોમા હિરકબાગ ખાતે નવા પાણીના સંપ સહિતની કામગીરી શરૂ કરાશે. તેમ પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...