સંપત્તિ પાંચ વર્ષમાં 5 કરોડ વધી:હિરાભાઇ સોલંકી પાસે 39.15 કરોડ, અંબરીશ ડેર પાસે 10.71 કરોડની સંપત્તિ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિરાભાઇની સંપત્તિ પાંચ વર્ષમાં 5 કરોડ વધી
  • અંબરીશ ડેરની સંપત્તિમાં 5 વર્ષમાં 2 કરોડનો વધારો
  • બંનેને કુલ સંપતિ કરતા હાલની સંપત્તિમાં ખાસ્સો વધારો

રાજુલા જાફરાબાદ સીટ પર ભાજપ કોંગ્રેસના જે ઉમેદવારો વચ્ચે જંગ થઇ રહ્યો છે એ બે ઉમેદવારો વચ્ચે જ 2017મા જંગ થયો હતો. તે સમયની બંનેને કુલ સંપતિ કરતા હાલની સંપતિમા ખાસ્સો વધારો થયો છે. ભાજપના ઉમેદવાર હિરાભાઇ સોલંકી પાસે વર્ષ 2017મા કુલ 34.81 કરોડની સંપતિ હતી. જયારે હાલમા તેમની પાસે 39.15 કરોડની સંપતિ હોવાનુ તેમણે ફોર્મ ભરતી વખતે જાહેર કર્યુ હતુ.

ચાલુ વર્ષે તેમણે 43 લાખની આવક દર્શાવી આવકવેરા રીટર્ન ભર્યુ છે. 2017મા તેમની જંગમ મિલકત 11.12 કરોડની હતી. જે હાલમા 14.55 કરોડે પહોંચી છે. જયારે સ્થાવર મિલકત 25.13 કરોડની હતી જે હવે 24.59 કરોડની છે. તેમના પર 4.10 કરોડની લોન પણ બોલે છે. તેમણે હાથ પર 2.94 લાખની રોકડ હોવાનુ તંત્રને જણાવ્યું છે. જયારે તેમની પાસે 13.60 લાખના દાગીના છે. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર પાસે 10.71 કરોડની કુલ સંપતિ છે. વર્ષ 2017મા તેમની પાસે 8.81 કરોડની સંપતિ હતી. તેમની પાસે 2017મા 81.80 લાખની જંગમ મિલકત હતી જે હવે 71.13 લાખ છે.

જયારે તેમની પાસે અગાઉ આઠ કરોડની સ્થાવર મિલકત હતી. હવે 10 કરોડની સ્થાવર મિલકત છે. તેમના પર 43.93 લાખની લોન બોલી રહી છે. અંબરીશ ડેર પાસે 4.29 લાખના દાગીના છે. તેમણે તંત્રને એવુ જણાવ્યું હતુ કે તેમની પાસે 1.55 લાખની રોકડ રકમ હાથ પર છે.

અન્ય સમાચારો પણ છે...