પૂર્વ ધારાસભ્યની માનવતા:જાફરાબાદના લોઠપુર પાસે બાઈકને અડફેટે લઈ કારચાલક ભાગ્યો, હીરા સોલંકીએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલકને ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડ્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ પાસે એક કારસવારે બેફામ ડ્રાઈવીંગ કરી બાઈકચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર સવાર નાસવા જતા પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ફિલ્મી ઢબે કારચાલકનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. જ્યારે અક્સમાતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જાફરાબાદના લોઠપુર ગામ પાસેથી ત્રિપલ સવાર બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવેલા એક કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક રસ્તાની બાજુમાં ઉતરી ગયું હતું. અકસ્માત સર્જી ઘટનાસ્થળે ઉભા રહેવાના બદલે કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જ સમયે અહીંથી પસાર થઈ રહેલા પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ સમગ્ર ઘટના જોતા ફિલ્મી ઢબે કારચાલકનો પીછો કર્યો હતો અને ઝડપી પાડ્યો હતો. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ બાઈક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માતની ઘટના બાદ કારચાલક દ્વારા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ ભોગવવાની તૈયારી બતાવતા હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...