તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Highway Work Incomplete, Yet Tax Collected At Nageshri Toll Booth, BJP MP's Request To Highway Authority Not To Collect Toll Tax

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:હાઈવેનું કામ અધુરૂ, છતાં નાગેશ્રી ટોલબુથ પર ઉઘરાવાય છે ટેક્સ, ભાજપના સાંસદની હાઇવે ઓથોરિટીને ટોલ ટેક્સ ન લેવા કરી રજુઆત

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમનાથ - ભાવનગર નેશનલ હાઈવેની કામગીરી 30 ટકાથી પણ ઓછી છે. છતાં પણ એજન્સી કામગીરી ધીમી કરી રહી છે. ત્યારે 80 ટકા માર્ગ ન બને ત્યાં સુધી નાગેશ્રી ટોલ બૂથ પર ટોલટેક્સ ન વસુલવા માટે અમરેલીના સાંસદે નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રજૂઆત કરી હતી.

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે સોમનાથ - ભાવનગર વચ્ચે નેશનલ હાઇવેની કામગીરી એગ્રો, સદભાવના અને એમ.વી.પી નામની ત્રણ એજન્સીઓ કામગીરી કરી રહી છે. જેની ટાઈમ લીમીટ પૂર્ણ થઇ ગયા હોવા છતાં પણ હાલ સુધી 30 ટકાથી પણ કામગીરી ઓછી છે. અહીં માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તેમ છતાં પણ નાગેશ્રી ખાતે ટોલ બૂથ તૈયાર કરી નાના માણસોને લુંટવામાં આવે છે.

આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો રોજીંદી પ્રક્રિયા માટે શહેરમાં જાય ત્યારે પણ તેમની પાસેથી ટોલટેક્સ વસુલવામાં આવે છે. જ્યારે નેશનલ હાઇવેની કામગીરી 80 ટકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગેશ્રી ટોલટેક્સ બંધ કરવા માટે માંગ છે. તેમજ સમયસર નેશનલ હાઇવેનું મેન્ટેનન્સ કરવું પણ જરૂરી બન્યું છે. આમ, હજુ કામ અડધુ પણ પુરૂ નથી થયું ત્યા ટેક્સ વસુલતા લોકોમાં રોષ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો