તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષાંતર:પક્ષાંતર ધારા હેઠળ દૂર કરાયેલા રાજુલા ન.પા.ના 14 સદસ્યોને હાઈકોર્ટમાંથી રાહત, તમામનું સભ્યપદ યથાવત રાખવાનો આદેશ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા નગરપાલિકા માં અઢી વર્ષ પહેલા ચૂંટણી યોજાય હતી. સમગ્ર શહેર મા ભાજપ નો જાકારો થયો અને 1 સદસ્ય બીજેપી ના ચૂંટાય આવ્યા હતા. 27 કોંગ્રેસ ના સદસ્યો ચૂંટાય આવ્યા હતા, કોંગ્રેસ ની સ્પષ્ટ બહુમતી આવી હતી અને કોંગ્રેસ માં અંદરો અંદર લડાય ચરમસીમા એ પોહચી હતી. જેમાં 14 સદસ્યો એ બળવો કરી પાલિકા કોંગ્રેસ પક્ષ પાસે થી આંચકી બળવાખોરો સતા પર આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાવ્યા અને મુદ્દો હાઇકોર્ટ સુધી પોહ્ચ્યો હતો.

હાઈકોર્ટે 14 સદસ્યોને યથાવત રાખવા હુકમ કર્યોઆજે હાઇકોર્ટ એ 14 સદસ્યો ને ફરી સદસ્ય તરીકે ચાલુ રાખવા હુકમ કરતા અમરેલી જિલ્લા માં રાજકારણ ગરમાયુ છે જયારે હાલ માં પણ કોંગ્રેસ શાસિત નગર પાલિકા ચાલી રહી છે જયારે આ 14 સદસ્યો હવે શું કરી રહ્યા છે કેના ઉપર સમગ્ર રાજુલા વાસી ઓ નજર રાખી રહ્યા છે જયારે કોંગ્રેસ ની નગરપાલિકા માં 4 થી વધુ વખત પ્રમુખો બદલાયા છે.

રાજુલા નગરપાલિકા સતત વિવાદમાં રહીરાજુલા નગરપાલિકામાં જ્યારથી કૉંગ્રેસે સત્તા સંભાળી છે ત્યારથી કોઈને કોઈ વિવાદ ચાલ્યો આવ્યો છે. અત્યાર સુધીમાં 5 થી વધુ પ્રમુખ બદલવાની ફરજ પડી છે.હવે પક્ષાંતર ધારા હેઠલ દૂર કરાયેલા 14 સભ્યોનું સભ્યપદ હાઈકોર્ટે યથાવત રાખતા આગામી દિવસોની રાજુલા ન.પા,.ની રાજનીતિ રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો