કાર્યવાહી:જૂની પ્રાથમિક શાળા ખાતે દારૂનાે જથ્થાે સંતાડ્યાે"તાે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીયાવામાંથી દારૂની 120 બાેટલ ઝડપાઇ

સાવરકુંડલા તાલુકાના પિયાવામા જુની પ્રાથમિક શાળામાથી પાેલીસે ઇંગ્લીશ દારૂની 120 બાેટલ ઝડપી પાડી હતી. અહી જ રહેતા શખ્સે જર્જરિત શાળાના અાેરડામા અા દારૂનાે જથ્થાે સંતાડયાે હાેય પાેલીસે અહીથી કુલ રૂપિયા 43980નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહી રહેતા સતીષ ઉર્ફે સતીયાે કાળુભાઇ ચાવડા નામના શખ્સે અહી અાવેલ જુની પ્રાથમિક શાળામા દારૂનાે જથ્થાે સંતાડેલાે હાેવાની પાેલીસને બાતમી મળતા પાેલીસ અહી ત્રાટકી હતી. પાેલીસને અહીથી જર્જરિત શાળાના અાેરડામા સંતાડેલી ઇંગ્લીશ દારૂની 120 બાેટલ મળી અાવી હતી.

પાેલીસે સતીષ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી હતી.અા ઉપરાંત પાેલીસે સાવરકુંડલાના ધાર ગામે કેરાળા જવાના રસ્તેથી ઇંગ્લીશ દારૂની 9 બાેટલ કબજે લઇ ભાવેશ ભાેજભાઇ બાેરીચા નામના શખ્સ સામે ગુનાે નાેંધ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...