પ્રથમ નોરતું:અમરેલીના સાવરકુંડલામાં શેરી ગરબામાં યોજાયા, પ્રથમ દિવસે ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાં શેરી ગરબા સોસાયટી વિસ્તારમા શરૂ

રાજ્યભરમાં નવલાં નોરતાંની શરૂઆત થઇ ગઇ છે. આદ્યશક્તિની આરાધાન સ્વરૂપ નવરાત્રિ મહોત્સવનું કોરોના ગાઇડલાઇન સાથે અમરેલીમાં આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના સાવરકુંડલાની મગીયાશેરી, મોચી શેરીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે પ્રથમ દિવસે શેરી ગર

બામાં પાંખી હાજરી જોવા મળી રહી છે.

સાવરકુંડલાની મગીયા શેરી, મોચી શેરી સહિતના વિસ્તારમાં માતાજીની આરતી બાદ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે પ્રથમ નોરતાંની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓ, બાળાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી છે.

અન્ય સમાચારો પણ છે...