હવામાન:12 અને 13મીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમરેલી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અમરેલી જિલ્લામાં શનિવારે માત્ર છુટાછવાયા ઝાપટાં પડ્યા, અમરેલીમાં વાદળો ઘેરાયા વરસ્યા નહીં

સમગ્ર અમરેલી જિલ્લામા આજે પણ વરસાદી માહોલ યથાવત હતો. જો કે જિલ્લાભરમા માત્ર છુટાછવાયા ઝાપટા પડયા હતા. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 13મીના રોજ જિલ્લામા અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લાના વહિવટી તંત્રને એલર્ટ કરી દેવામા આવ્યું છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે આગામી 13મી તારીખ સુધી જિલ્લામા વરસાદ પડશે. જો કે તારીખ 12 અને 13ના રોજ અતિથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. ખાસ કરીને કોઇ એકાદ વિસ્તારમા અસાધારણ વરસાદ પડશે. જેના કારણે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઇ છે. 12 અને 13મી તારીખના રોજ અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે આ પ્રકારની આગાહી કરવામા આવી છે.

દરમિયાન આજે શનિવારના દિવસે વડીયા પંથકમા ઝાપટા સ્વરૂપે માત્ર 5મીમી વરસાદ નોંધાયો હતો. ધારી અને બગસરા તાલુકામા પણ હળવા ઝાપટા પડયા હતા. જયારે દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદમા છુટાછવાયા ઝાપટા પડયા હતા. અમરેલીમા બપોરબાદ આકાશ વાદળોથી ઘેરાયેલુ હતુ પરંતુ મોડી સાંજ સુધી વરસાદ વરસ્યો ન હતો.

ભારે વરસાદના સંજોગોમાં લોકોએ શું તકેદારી રાખવી ?

 • ભારે વરસાદ દરમિયાન સલામત જગ્યાએ સ્થળાંતર કરવુ
 • સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી
 • વરસાદ દરમિયાન અજાણ્યા રોડ કે વિસ્તારમા અવરજવર ન કરવી
 • નદી નાળા કે ડેમ વિસ્તારમા અવરજવર ન કરવી
 • બને ત્યાં સુધી પાકા રહેણાંકમા રહેવુ
 • વાડી વિસ્તાર કરતા ગ્રામિણ અને શહેરી વિસ્તારમા રહેવુ
 • પશુને બાંધી ન રાખવા
 • વિજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાનમા રહો
 • સગર્ભાની પ્રસુતિ નજીક હોય તો અગાઉથી હોસ્પિટલે ખસેડવી
 • આકસ્મિક ઘટનામા 108 સેવા અને મામલતદારનો સંપર્ક કરવો
 • હાથબતી અને મોબાઇલને ચાર્જ રાખો
 • વરસાદમા કાચા અને અજાણ્યા રસ્તા પર અવરજવર ન કરો
 • ડેમ નદી કે દરિયા કિનારે ફરવા ન જવુ
 • ખોટી અફવાઓથી દુર રહેવુ

108ની ટીમે સુચવ્યા પગલાં
આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય 108ની ટીમ દ્વારા લોકોને સાવધાની અને તકેદારી જાળવવા અપીલ કરાઇ છે. તમામ 108 એમ્બ્યુલન્સને રેડ એલર્ટ પર મુકાય છે. અને ઓકસિજન, દવા અને ડિઝલનો પુરો જથ્થો રખાયો છે.

અન્ય સમાચારો પણ છે...