વાતાવરણમાં પલટો:અમરેલી જિલ્લાના બાબરા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા

અમરેલીએક વર્ષ પહેલા
  • દિવસભર આકરા બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં આમ તો હજી ચોમાસાના વિધિવત પ્રારંભને વીસેક દિવસની વાર છે. પરંતુ, અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમરેલીના બાબરા શહેર અને આસપાસના વિસ્તારમાં આજે દિવસભર આકરા બફારા બાદ સાંજે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

બાબરા શહેર ઉપરાંત તાલુકાના દરેડ, લુણકી, ઈંગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારોમાં લોકોએ આજે આકરી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...