તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને રાહત:અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, લાઠી, સાવરકુંડલા અને રાજુલામાં વરસાદી ઝાપટા વરસ્યા

અમરેલી21 દિવસ પહેલા
  • લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોને સારા વરસાદની આશા

અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આજે દસ્તક દેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે જિલ્લાના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે લાઠી, સાવરકુંડલા અને રાજુલાનાગ્રામ્ય વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.

ખેતીપાકને જીવતદાન મળ્યુંઅમરેલીમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થઈ જતા મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોની મુંઝવણ વધી હતી. ખેતરોમાં થયેલા વાવેતર પર સંકટ સર્જાયું હતું. જો કે, આજે જિલ્લામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોને હવે સારા વરસાદની આશા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...