તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:રાજુલાના પંથકમા ધોધમાર વરસાદ, ડુંગર ગામમા 2 ઇંચ વરસાદથી ઘોડાપુરના દ્રશ્યો

અમરેલી16 દિવસ પહેલા
  • રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમા વરસાદ

અમરેલી જિલ્લામા બપોર બાદ વિજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તોફ રાજુલા તાલુકાના ડુંગર ગામમા 2 ઇંચ વરસાદ ખાબકતા સ્થાનીક ગામ વચ્ચેથી પસાર થતા ઘોડાપૂરના દ્રશ્યો સામે આવ્યા હતા.

ગામની શેરીઓ સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા. સમગ્ર ડુંગર ગામમા પાણી પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે આસપાસના માંડળ, ડોળીયા ,મોરંગી, ધારેશ્વર, દીપડ્યા, વાવેરા, જૂની માંડરડી સહિત કેટલાક ગામડામા વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે ધરતી પુત્રો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

જાફરાબાદ તાલુકામાં ધીમીધારે વરસાદજાફરાબાદ તાલુકના કેટલાક ગામડામા વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ધરતી પુત્રોના પાકને ઘણા અંશે ફાયદો થવાની ખેડૂતોમાં આશા બંધાય છે.

અન્ય સમાચારો પણ છે...