તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી:નવા ગીરિયા અને નાના માચિયાળામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યું

અમરેલીએક વર્ષ પહેલા
  • અમરેલી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા

અમરેલી જિલ્લાના નવા ગીરિયા અને નાના માચિયાળામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ગરમીમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા વાહનચાલકો પણ વાહનને રોડ પર સાઈડમાં રાખીને ઉભા રહી ગયા હતા. જ્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી છુટો છવાયો વરસાદ પડે તેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...