મેઘમહેર:અમરેલી અને લીલીયામાં ધોધમાર વરસાદ, નાવલી નદી બે કાંઠે વહેતી થઈ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા-જાફરાબાદમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા

અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટાઓની વચ્ચે આજે અમરેલી શહેર અને લીલીયામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લીલીયામાં વરસેલા વરસાદના કારણે નાવલી નદી બે કાંઠે વહેતી થઈ હતી.

અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેત વાવેતર પર સંકટના વાદળ છવાયા હતા. એવામાં આજે અમરેલી શહેર ઉપરાંત લીલીયા, બાબરા સહિતના તાલુકાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. તો લીલીયામાં વરસેલા વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું.

જિલ્લાના બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આજે માત્ર હળવા વરસાદી ઝાપટા જ જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં હજી પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.