તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૌરાષ્ટ્રમાં વરસાદ:ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ-કાલાવડ હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળ્યા, વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે
  • બર્બટાણા, ડુંગર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ
  • ગોંડલમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો
  • રાજકોટ-કાલાવડ હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળ્યા
  • કોઝવે પરથી જીવના જોખમે વાહનચાલકો પસાર થાય છે

સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજુલામાં અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું. રાજુલાના બર્બટાણા, ડુંગર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતર બહાર પાણી નીકળી ગયા હતા. વાડી વિસ્તારોમાં પાણી ભરાતા ખેડૂતો ઘરે આવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ઉતરે પછી જ ખેડૂતો ઘરે આવી શકે તેવી સ્થિતિની નિર્માણ થયું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધારીમાં અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરમાં રોડ પર પાણી વહી ગયા હતા. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. ધારી શહેરમાં સારો વરસાદ પડ્યો હતો અને ખોડિયાર ડેમ સાઇડ પર આજ બપોર સુધીના 11 MM વરસાદ નોંધાયો હતો. પડધરીમાં પણ બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

કોઝવે પર વાહનચાલકો જીવના જોખમે પસાર થાય છે

રાજકોટ-કાલાવડ હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમે વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. પૂલનું કામ ચાલતુ હોવાથી રસ્તાનું ધોવાણ થયું છે. ગોંડલમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ગોવિંદનગર, શ્રીનાથગઢ સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના પડધરીમાં પણ બે કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ હાઇવે પર ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. 

રાજુલાની ઘાણો નદી બે કાંઠે વહી
રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસતા ઘાણો નદી બેકાંઠે વહી રહી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરની મુખ્ય બજારમાં પાણી ભારાયા છે. ઘાણો નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ આવતા લોકો જોવા ઉમટ્યા હતા.

ખાંભાના ડેડાણ ગામે ધોધમાર વરસાદ
ખાંભાના ડેડાણ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી મેઘરાજાએ વિરામ લીધા બાદ બપોર બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા છે. વરાપની આશા પર ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ગીરસોમનાથ પંથકમાં વરસાદ
ઉનાના વડવિયાડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા પંથકમાં ત્રીજા દિવસે ુણ વરસાદ વરસી રહ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગીરગઢડાના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાછે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુડવડલી, જરગલી, શાણાવાંકીયા અને ગીર આસપાસમાં ધોધમાર વરાસદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તાલાલામાં પણ ધોધમાર વરાસદ વરસી રહ્યો છે. રાણીંગપરા સરાકડીયાવે જોડતા પૂલ પર ઘોડાપૂર આવ્યું છે. પૂરના પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે. લોકો પૂરના પાણી જોવા ઉમટ્યા છે. તેમજ ધારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

(જયદેવ વરૂ, અમરેલી/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/જયેશ ગોંધિયા, ઉના/અરૂણ વેગડા, ધારી/દેવાંગ ભોજાણી, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો