તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનરાધાર:રાજુલામાં ગાજવીજ સાથે અઢી ઈંચ વરસાદ, મેઈન બજારમાં નદીની જેમ પાણી વહ્યું, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
અઢી ઈંચ વરસાદથી રાજુલા પાણી પાણી, મેઈન બજારમાં નદીની જેમ પાણી વહ્યું
  • કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત
  • સરધારમાં સિદ્ધરાજ તળાવ છલકાતા ગામમાં ગોઠણસમા પાણી ઘૂસ્યા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં રોજ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે. આજે બુધવારે રાજુલામાં ગાજવીજ અને ભારે પવન સાથે અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી શહેરની મેઈન બજારમાં નદીની જેમ પાણી વહ્યું હતું. મેઈન બજારમાં ખરીદી કરવા આવેલા લોકો વરસાદને કારણે અટવાયા હતા. તેમજ વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ભારે વરસાદથી રાજુલાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજુલાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
રાજુલાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અસહ્ય બફારા વચ્ચે લોકોએ ન્હાવાનો આનંદ લીધો
સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. બપોર બાદ વાદળછાયા વાતાવરણથી વાતાવરણમાં થોડા અંશે ઠંડક પ્રસરે છે. રાજુલામાં આજે અસહ્ય બફારાથી કંટાળેલા લોકોએ ધોધમાર વરસાદમાં ન્હાવાનો આનંદ લીધો હતો. તેમજ યુવાનો બાઈક પર નીકળી વરસાદમાં ન્હાવા માંડ્યા હતા. સતત વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું હોવાથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

સિદ્ધરાજ તળાવ ઓવરફલો થતાં સરધાર ગામમાં વગર વરસાદે પાણી ઘૂસ્યા
સિદ્ધરાજ તળાવ ઓવરફલો થતાં સરધાર ગામમાં વગર વરસાદે પાણી ઘૂસ્યા

સરધારમાં વગર વરસાદે પાણી ઘૂસ્યા
રાજકોટના સરધાર ગામમાં વગર વરસાદે પાણી ઘૂસી આવ્યા છે. સરધાર પર આવેલું સિદ્ધરાજ તળાવ છલકાતા પાણી સરધાર ગામમાં ઘૂસી આવ્યું છે. સરધારના પંચમુખી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાય ગયા છે. આથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગઈકાલે ભૂપગઢ અને સરધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ તળાવ 40 વર્ષમાં બીજીવાર ઓવરફ્લો થયું છે.

(જયદેવ વરૂ, અમરેલી)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો