વાતાવરણમાં પલ્ટો:અમરેલીમાં ભારે ઉકળાટ; બાબરામાં હળવું ઝાપટું, પારો 42 ડિગ્રી પણ ભેજનું પ્રમાણ વધતા આખો દિવસ બફારો રહ્યો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબરા પંથકમાં હળવા છાટા - Divya Bhaskar
બાબરા પંથકમાં હળવા છાટા
  • બાબરામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો

અમરેલી પંથકમા આમ તો પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો સતત ઉંચકાયેલો જ રહે છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જેને પગલે કાળઝાળ ગરમીથી લોકો અકળાઇ ઉઠયાં હતા. આખો દિવસ ભારે ઉકળાટ અનુભવાયો હતો. સાંજે બાબરા પંથકમા હળવુ ઝાપટુ પડયુ હતુ. અમરેલીમા આખા એપ્રિલ માસ દરમિયાન પણ તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહ્યું હતુ.

આજે પણ શહેરનુ મહમત તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 77 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.7 કિમીની નોંધાઇ હતી. સુર્યનારાયણ ઉગતાની સાથે જ ગરમીનો માહોલ જામી જાય છે અને બપોર થતા સુધીમા તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે.

બળબળતી લુ પણ ફુંકાઇ રહી છે. બે દિવસ પહેલા હવામા ભેજનુ પ્રમાણ વધતા આખો દિવસ લોકો આખો દિવસ બફારાનો અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ બાબરામા બપોરબાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. અને થોડીવાર માટે મોટા છાંટે વરસાદ પડયો હતો. જેના કારણે રસ્તા ભીના થયા હતા. જો માવઠુ થશે તો ઉનાળુ પાકને નુકશાન થશે તે આશંકાએ ખેડૂતો ચિંતિત છે.

અમરેલીમાં સાંજે વરસાદી વાદળો છવાયા
બીજી તરફ અમરેલીમા પણ સાંજના સમયે આકાશમા વરસાદી વાદળો છવાયા હતા. અને છુટાછવાયા છાંટા પણ પડયા હતા. અહી મોડી સાંજે પણ લુ ફુંકાતી હતી.

અન્ય સમાચારો પણ છે...