બેવડી ઋતુ:અમરેલી જિલ્લામાં સવારે ગાઢ ધુમ્મસ

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડીયા પંથકમા અગાઉ પણ અેક વખત ઝાકળવર્ષા થઇ હતી. અાજે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. જેને પગલે અા વિસ્તારના ખેડૂતાેને ચણા, જીરૂ સહિત ખેતરમા ઉભેલા પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે. - Divya Bhaskar
વડીયા પંથકમા અગાઉ પણ અેક વખત ઝાકળવર્ષા થઇ હતી. અાજે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. જેને પગલે અા વિસ્તારના ખેડૂતાેને ચણા, જીરૂ સહિત ખેતરમા ઉભેલા પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે.
  • શહેરમાં બપાેરે અાકરાે તાપ, પારાે 40.5 ડિગ્રી

વડીયા પંથકમા અાજે વાતાવરણમા પલટાે અાવતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. ગાઢ ધુમ્મસના કારણે થાેડીવાર માટે વાહન ચાલકાેને પણ થંભી જવુ પડયુ હતુ. તાે અહી બપાેરે અાકરાે તાપ પણ પડી રહ્યાે હાેય લાેકાે બેવડી ઋતુનાે અનુભવ કરી રહ્યાં છે. તાે અમરેલીમા અાજે મહતમ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ.

વડીયામા પાછલા કેટલાક દિવસાેથી અાકરી ગરમી પડી રહી છે. તેની વચ્ચે અાજે સવારના સુમારે અચાનક વાતાવરણમા પલટાે અાવ્યાે હતાે અને ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. ધુમ્મસના કારણે થાેડીવાર માટે વાહન ચાલકાેને પણ અગવડતા પડી હતી. જાે કે સુર્યનારાયણ ઉગતાની સાથે ધુમ્મસ દુર થયુ હતુ. જાે કે બપાેરના સુમારે અહી અાકરી ગરમી પડતા લાેકાે અકળાઇ ઉઠયાં હતા.

અામ અહી લાેકાેઅે બેવડી ઋતુનાે અનુભવ કર્યાે હતાે. તેા બીજી તરફ અમરેલી પંથકમા તાપમાન સતત ઉંચકાયેલુ જાેવા મળી રહ્યું છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ વધીને 65 ટકા નાેંધાયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 7.8 કિમીની રહી હતી.

અહી બપાેરના સુમારે અાકરા તાપથી માર્ગાે સુમસામ બની જાય છે. અાકરી ગરમીથી અાખાે દિવસ લાેકાે અકળાઇ ઉઠે છે. જાે કે અહી ભેજનુ પ્રમાણ વધુ રહેતુ હાેય સાંજના સુમારે અને સવારે વાતાવરણમા ઠંડક જાેવા મળી રહી છે. ધારી પંથકમા પણ થાેડા દિવસ પહેલા તાપમાન 42 ડિગ્રી સુધી અાંબી ગયુ હતુ. અહી કાળઝાળ ગરમી પડતા લાેકાે ત્રસ્ત બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...