તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમા પલટો:અમરેલી જિલ્લામાં ગાઢ ધુમ્મ્સ છવાઈ, વાહનચાલકોને લાઇટ ચાલુ રાખવા ફરજ પડી

અમરેલી21 દિવસ પહેલા

રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. આજે વહેલી સવારથી અમરેલી જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી છે. ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલી થઇ રહી છે અને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે.

અમરેલી જિલ્લામાં બગસરા-જૂનાગઢ હાઇવે પર સૌથી વધુ ધુમ્મસની અસર જોવા મળી છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ વાતાવરણમાં આવેલા બદલાવના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વાતાવરણમાં પલટો આવવાથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, કમોસમી વરસાદ પણ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો