ધુમ્મસ:અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ, વાહન ચાલકોને પરેશાન થયા

અમરેલી11 દિવસ પહેલા
  • 24 કલાકના વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ છવાયુ

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું.

અમરેલી, બાબરા, લાઠી, ધારી સહિત જિલ્લામાં વહેલી સવારે અને મોડી મધ રાતે ઝાકળ પડતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે વાહનોને હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી.

આ પ્રકારના શિયાળાની ઋતુ સાથે 2 દિવસથી વરસાદી આગાહીના કારણે ચોમાસા ભર્યો માહોલ પણ જોવા મળ્યો છે. બંને ઋતુ ભેગી થવાના કારણે રોગચાળો વધતો હોય છે અને બીમારી પણ વધી શકે છે જેના કારણે આ વાતાવરણના કારણે લોકો વધુ પરેશાન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...