• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Heavy Fog At Night, Mawthana Mahal During The Day, Unpredictable Change Of Seasons Damages Ravipak: Cloudy In Amreli For Third Day

વાતાવરણ:રાત્રે ગાઢ ધુમ્મસ, દિવસે માવઠાનાે માહાેલ, ઋતુના અણધાર્યા પરિવર્તનથી રવિપાકને નુકસાન : અમરેલીમાં ત્રીજા દિવસે પણ વાદળાે છવાયેલા રહ્યાં

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયુ - Divya Bhaskar
બાબરા પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયુ

અમરેલી પંથકમા છેલ્લા ત્રણ દિવસથી ઋતુ પરિવર્તનને પગલે માવઠાની સ્થિતિ સર્જાયેલી છે. અાજે સતત ત્રીજા દિવસે પણ અાકાશ વરસાદી વાદળાેથી ગાેરંભાયેલુ રહ્યું હતુ. જાે કે અાજે વરસાદ પડયાે ન હતાે. પરંતુ રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. અાવી બેવડી ઋતુના કારણે રવિપાકને જબ્બર નુકશાન થઇ રહ્યું છે. ​​​​​​​ચાેમાસામા અતિભારે વરસાદનાે સામનાે કરનાર અમરેલી પંથકના ખેડૂતાેને હવે શિયાળામા પણ કમાેસમી વરસાદનાે સામનાે કરવાે પડી રહ્યાે છે. સામાન્ય માવઠાથી ખેતીને વિશેષ નુકશાન ન થાય. પરંતુ અમરેલી જિલ્લામા તાે અેકથી દાેઢ ઇંચ સુધીનાે કમાેસમી વરસાદ ખાબકી ગયાે છે. જેના કારણે ખેતીની નુકશાની પણ વધી છે. અાેણસાલ સારા વરસાદના કારણે પાણીની સ્થિતિ સારી હાેય રવિપાકનુ પણ માેટા પ્રમાણમા વાવેતર થયુ છે. અનેક ઠેકાણે ભારે વરસાદથી કપાસ ખરાબ થયાે હાેય ખેડૂતાેઅે કપાસ કાઢીને પણ રવિપાકનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ હવે માવઠુ રવિપાકને નુકશાન પહાેંચાડી રહ્યું છે. અાજે સતત ત્રીજા દિવસે અમરેલી પંથકમા કમાેસમી વરસાદનાે માહાેલ હતાે. અાખાે દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. જિલ્લાના અન્ય વિસ્તારાેમા પણ અા જ સ્થિતિ જાેવા મળી હતી. દરિયાકાંઠા વિસ્તારેામા પણ અાકાશ વાદળાેથી ઢંકાયેલુ રહ્યું હતુ. જાે કે અાજે કયાંયથી કમાેસમી વરસાદના વાવડ સાંપડયા ન હતા. અમરેલી પંથકમા મધરાતથી જ ધુમ્મસ છવાયુ હતુ. વહેલી સવારે પણ વાતાવરણ ગાઢ ધુમ્મસથી ઘેરાયેલુ હતુ. હવામા ભેજનુ પ્રમાણ વધ્યું હાેય અને તાપમાનનાે પારાે નીચે હાેય ભારે ઠાર પણ અનુભવાઇ રહ્યાે છે.

જેને પગલે અમરેલી શહેરમા અાજે જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. શહેરની બજારાે માેડે સુધી સુમસામ જાેવા મળી હતી. ઠારના કારણે લાેકાેઅે ઘર બહાર નીકળવાનુ પણ ટાળ્યું હતુ. છેલ્લા ત્રણ દિવસથી માવઠાની પરિસ્થિતિ અંગે ખેડૂતાે ચિંતિત છે. તાે બીજી તરફ માલ પલળી જવાની બીકે ખેડૂતાે પુરતી માત્રામા યાર્ડમા માલ વેચવા માટે પણ અાવતા નથી. અાગામી 48 કલાક સુધી હજુ પણ વાતાવરણમા અા અસર રહે તેવી સંભાવના જાેવાઇ રહી છે.

બાબરા પંથકમા છેલ્લા બેે દિવસથી કમાેસમી વરસાદી છાંટા પડી રહ્યાં છે. અા ઉપરાંત અાજે અેકદમ ઘટ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. ખાસ કરીને સવારના સમયે વાતાવરણમા વિઝીબીલીટી પણ અાેછી હતી. રવિપાક લેનારા ખેડૂતાે ચણા, જીરૂ સહિતના પાકને થનારા નુકશાનથી ચિંતિત છે. શાકભાજીના પાક પર પણ વિપરીત અસર થતા અાવનારા દિવસાેમા શાકભાજીના ભાવ પણ ઉંચકાશે.

ભેજ 92 ટકા અને ન્યુનતમ તાપમાન 18.7 ડિગ્રી પર
અમરેલી શહેરમા અાજે મહતમ તાપમાન 25.1 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 18.7 ડિગ્રી પર હતુ. જાે કે ભેજનુ પ્રમાણ અાજે વધુ હતુ. શહેરમા 92 ટકા ભેજ નાેંધાયાે હતેા. જયારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 4.4 કિમીની રહી હતી.

અમરેલીમાં અાખાે દિવસ ઠાર રહ્યાે
​​​​​​​અમરેલી શહેર બપાેરના સમયે પણ ઠંડીમા ઠુંઠવાતુ રહ્યું હતુ. અેક તાે તાપમાનનાે પારાે નીચાે ગયાે છે અને ઉપરથી ભેજનુ પ્રમાણ અેકદમ ઉંચુ ગયુ હાેય અને થાેડાે પવન પણ નીકળતા અહી બપાેરના સમયે પણ ઠાર અનુભવાતાે હતાે. માેડી રાત સુધી ધમધમતા શહેરમા માેડી સાંજથી જ સુનકાર થઇ ગયાે હતાે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...