આયોજન:સ્વાસ્થ્ય, સ્વચ્છતા જાગૃતિ તાલીમ અપાઇ, પોષક આહાર, ન્યુટ્રીશન વિશે પણ સમજ અપાઇ

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 160 કિશોરીએ ભાગ લીધો

જાફરાબાદ તાલુકાના કોવાયામા અલ્ટ્રાટેક સિમેન્ટ વર્કસ સીએસઆર વિભાગ દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાગૃતિ અંગે તાલીમનુ આયોજન કરાયુ હતુ. જેમા આસપાસના ગામોની કિશોરીએ ભાગ લઇ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતુ.અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કસ કોવાયાના સીએસઆર વિભાગ દ્વારા શાળામા કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે તાલીમનુ આયોજન કરાયુ હતુ. કિશોરીઓમા આ અવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો અંગે માહિતગાર કરાઇ હતી. ખાસ કરીને માહિતીના અભાવથી કિશોરીઓ આ અવસ્થામા પોતાનો અભ્યાસ છોડી દે છે.

ઉપરાંત શરીરમા પોષક આહાર, ન્યુટ્રીશન અને સ્વચ્છતાના અભાવથી એનીમીયા, ઇન્ફેકશન તથા અન્ય ગંભીર બિમારીનો ભોગ બને છે.આ કાર્યક્રમમા શાળાની ધોરણ 8 તથા માધ્યમિક શાળાની બહેનોએ ભાગ લીધો હતો. અહી ડો.કૃતિકા ઉપાધ્યાય દ્વારા કિશોરીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફત માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતુ. આ પ્રોજેકટ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડનુ પણ વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમા કોવાયા, વારાહસ્વરૂપ, ભાકોદર, વાંઢ, નાના લોઠપુર વિગેરે ગામની 160 કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, આંગણવાડી, આશાવર્કર અને જીસીડબલ્યુ મેડિકલ વિભાગનો સહયોગ મળ્યો હતો. જી.જી.રાવ, રમાકાંત શર્મા, ઇશા દેસાઇ સહિતે પણ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...