અમરેલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરકારી હોસ્પિટલમાં હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. અહી લોકોની સુખાકારી માટે આયુષ્યમાન ભારત કાર્ડ અને યુનિક આઈડીકાર્ડ કાઢી અપાશે. ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરોની ટીમ લોકોના આરોગ્યની ચકાસણી કરશે. 18મીએ અમરેલી તાલુકાનો રામજી મંદિર પાસે હેલ્થ મેળો યોજાશે.
અહી લોકોને યુનિક આઈડીકાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ ઉપર જ કાઢી અપાશે. જેના માટે અરજદારોએ ચાલુ વર્ષનો આવકનો દાખલો, રેશનકાર્ડ, આધારકાર્ડ વિગેરે દસ્તાવેજ સાથે લાવવાના રહેશે. અહી ડાયાબીટીસ, બી.પી, સગર્ભા મહિલાના આરોગ્યની ચકાસણી કરાશે. તેમજ લેબોરેટરી અને દવા વિનામૂલ્યે અપાશે. તેમજ લોકોને કેન્શર માટે ચેપી તથા બીન ચેપી રોગોની જાગૃતિ માટે માર્ગદર્શન અપાશે. અમરેલી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિન્હાએ લોકોને હેલ્થ મેળાનો લાભ લેવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.