પ્રાણઘાતક રોગો સામે રક્ષણ:અમરેલીમાં રાજુલા તાલુકાના 4478 બાળકોને આરોગ્ય વિભાગ વિનામૂલ્યે ટીડી રસી આપશે

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટિટેનસ અને ડિપ્થેરિયા જેવા પ્રાણઘાતક રોગો સામે રક્ષણ માટે અભિયાન શરૂ કર્યું

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા ટીડી રસીકરણ કામગીરીનો પ્રારંભ ડોળીયા પ્રાથમિક શાળા ખાતેથી કરવામા આવ્યો છે. જેમા રાજુલા તાલુકાની 135 શાળાઓમા 10 વર્ષની ઉંમરના 3181 બાળકો અને 16 વર્ષની ઉંમરના 1163 બાળકોની સાથે સાથે શાળાએ ન જતા 135 બાળકો એમ કુલ 4478 બાળકોને શિક્ષણ વિભાગના સહયોગ સાથે ટીડી રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે.

સપ્ટેમ્બર માસ સુધીની ઝુંબેશમા આવરી લેવામાં આવશે
ટીડી રસી માટે નિયતવયજુથના તરુણ તરુણીઓને આવરી લેવા માટે આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ અને રસીકરણ અધિકારી ડૉ.અલ્પેશ સાલવીના માર્ગદર્શન અને સૂચના હેઠળ આર.બી.એસ.કે.ડોકટરોની ટીમ અને પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરો દ્વારા રસી વિશે સમજ આપી કામગીરી કરવામા આવી રહી છે અને અત્યાર સુધીમા 1834 બાળકોને રસી આપી છે. તેમજ બાકી રહેલા બાળકોને ક્રમશઃ સપ્ટેમ્બર માસ સુધીની ઝુંબેશમા આવરી લેવામાં આવશે, તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાએ જણાવ્યું હતું.

ટીડી વેક્સિન એ ટીટેનસ અને ડીપ્થેરિયાનુ સંયોજન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા ટીટેનસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીપ્થેરિયા (ગળાનો ગંભીર ચેપીરોગ) ટીડી વેક્સિન એ ટીટેનસ અને ડીપ્થેરિયાનુ સંયોજન છે. જે મોટા બાળકો અને પુખ્ત વયના લોકો માટે જરૂરી છે જેને લઈ 10 અને 16 વર્ષની વયના તમામ બાળકોને આ વેક્સિન શાળા કક્ષાએથી આપવાનુ સરકાર દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...