રસીકરણ ઝૂંબેશ:દિવાળીના તહેવારો બાદ કોરોના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં, રાજૂલામાં રસીકરણની કામગીરી પર ભાર અપાયું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં રાજુલા તાલુકાના 1 લાખ 11 હજાર ઉપરાંત લોકોને પ્રથમ ડોઝ આપાયો 79 હજાર ઉપરાંત લોકોને બીજો ડોઝ પણ અપાઇ ચૂક્યો
  • રાજુલામાં રસીમાં બાકી રહેલા લોકોના ઘરે આરોગ્ય કર્મચારીઓ જઈ રસીકરણ કરશે

દિવાળી તહેવાર બાદ કોરોના સંક્રમણ ફરી વધતા હોવાને કારણે આરોગ્ય વિભાગ સરકાર ફરી હરકતમા આવ્યુ છે અને રસીકરણ ઝુંબેશ પર ભાર આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાની દરેક તાલુકા હેલ્થ કચેરી દ્વારા રસીકરણ કામગીરી પુરજોશથી ચાલી રહી છે. આજે રાજુલામાં તંત્ર દ્વારા રસીકરણ કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં રાજુલા તાલુકાના 1 લાખ 11 હજાર ઉપરાંત લોકોને પ્રથમ ડોઝ અને 79 હજાર ઉપરાંત લોકોને બીજા ડોઝની કોવિડ રસીકરણ કામગીરી પૂરી કરાઇ છે. તેમજ 13 હજાર ઉપરાત લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે, તેમને આશા બહેનો અને હેલ્થ સ્ટાફ દ્વારા "હર ઘર દસ્તક" અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ મુલાકાત, દરરોજ શિક્ષકો દ્વારા ફોન અને આઈ.એમ.એ.ડોક્ટર્સ ગ્રુપના સહયોગ દ્વારા બાકી લોકોને બીજો ડોઝ લેવા માટેના સઘન પ્રયત્નો તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને તેમની હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત બહારથી આવતા લોકોમાં જો તાવ, શરદી કે ઉધરસના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર કોવિડ ટેસ્ટ કરાવી સ્વેચ્છાએ ક્વૉરન્ટાઈન થવા માટે તાલુકા હેલ્થ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...