રસીકરણની કામગીરી:શિયાળબેટમાં આરોગ્ય તપાસ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યકર્મીઓએ બોટ મારફત પહોંચી આરોગ્યલક્ષી સેવા અને યોજનાકીય સહાય વિશે લોકોને માહિતગાર કર્યા

જાફરાબાદ તાલુકાના શિયાળબેટમા આરોગ્ય અને પરિવાર કલ્યાણની કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓએ બોટ મારફત અહી પહોંચી લોકોની આરોગ્ય તપાસણી તેમજ રસીકરણની કામગીરી હાથ ધરી હતી. ભૌગોલિક રીતે ચોતરફ પાણીથી ઘેરાયેલા એવા શિયાળબેટ ખાતે આરોગ્ય શાખાનું સબ સેન્ટર છે. હોડીનો ઉપયોગ કરી આ સ્થળે પહોંચી શકાય તેમ છે. શિયાળબેટ ખાતે વસવાટ કરતા લોકોને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે એએનએમ કાજલબેન બી. રાઠોડે તેમની ફરજ અદા કરી હતી.

તેઓએ હોડી મારફતે છેવાડાના શિયાળબેટ સ્થિત સબ સેન્ટર ખાતે પહોંચીને નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવા અને યોજનાકીય સહાય અને લાભ વિશે માહિતગાર કર્યા હતા. શિયાળબેટના નાગરિકોની આરોગ્ય તપાસ, દવાઓ, રસીકરણ સહિતની કામગીરી પણ તેમણે કરી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આ માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટના સબ સેન્ટર શિયાળબેટ ખાતે વર્ષ 2021-22 દરમિયાન 229 સગર્ભા, 200 ધાત્રી, 235 મિઝલસ રુબેલા, 53 નસબંધી, 122 પ્રધાનમંત્રી માતૃત્વ વંદના, 43 કસ્તુરબા પોષણ સહાય, 106 જનની શિશુ સુરક્ષા યોજના, 67 આર્યન સુક્રોઝ સહિત 4,૦7,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી હતી. એપ્રિલથી જુલાઈ - 2022 દરમિયાન 78 લાભાર્થીઓને આરોગ્યલક્ષી વિવિધ યોજના અંતર્ગત 90500ની ચુકવણી કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...