તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાે:મંદિરે દર્શન કરવા જતા અટકાવી યુવક પર છરી વડે જીવલેણ હુમલાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગસરા તાલુકાના મોટા મુંજિયાસરનો બનાવ
  • ગામના જ 5 શખ્સે બાેલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા

બગસરા તાલુકાના માેટા મુંજીયાસરમા રહેતાે અેક યુવક પેાતાના મિત્રાે સાથે અહી અાવેલ ખાેડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે અહી બેઠેલા પાંચ શખ્સાેઅે તેને દર્શન કરવા જતા અટકાવી છરી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા તેણે અા બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા સાગરભાઇ રમેશભાઇ રાઠાેડે બગસરા પેાલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમના મિત્રાે સાથે અહી અાવેલ ખાેડિયાર માતાજીના મંદિરે દર્શન માટે જતા હતા.

ત્યારે નિલકંઠ વિઠ્ઠલ રફાળીયા, હિરેન ગાેંડલીયા તેમજ દર્શન ઝાલાવડીયા નામના શખ્સાે મંદિરની બહાર બેઠા હતા. અા શખ્સાેઅે તેમને મંદિરમા જતા અટકાવ્યા હતા. અા શખ્સાેઅે તેના પર છરી વડે હુમલાે કરી ગંભીર ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત અન્ય ત્રણ શખ્સાે પણ ત્યાં અાવી ગયા હતા અને ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...