ધમકી:ગ્રામ પંચાયતના બીલમાંથી 5 હજાર આપવા પડશે કહી વૃદ્ધને ધમકી આપી

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ શખ્સે લાકડી સાથે ધસી આવી ગાળો આપી

સાવરકુંડલા તાલુકાના વડાળમા રહેતા સરપંચ પતિને ગામના જ એક શખ્સે નશો કરેલી હાલતમા ઘરે ધસી આવી ગ્રામ પંચાયતના દરેક બીલમાથી પાંચ હજાર આપવા પડશે કહી ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. વૃધ્ધને ધમકી આપ્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના વડાળમા બની હતી.

અહી રહેતા રણછોડભાઇ ડાયાભાઇ પુંભડીયા (ઉ.વ.60) નામના વૃધ્ધે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમના પત્ની લાભુબેન ચારેક માસથી વડાળ ગામના સરપંચ છે. તેઓ સાંજના સુમારે ઘરે હતા ત્યારે ગામમા રહેતો હરેશ રાણાભાઇ કારડીયા નશો કરેલી હાલતમા લાકડી સાથે તેના ઘરે ધસી આવ્યો હતો.

હરેશે તેને કહ્યું હતુ કે મને 10 હજાર આપો તેમજ ગ્રામ પંચાયતનુ બીલ પાસ થાય તેમાથી રૂપિયા પાંચ હજાર મને આપવા પડશે કહી નહિતર એટ્રોસીટીના ખોટા કેસમા ફસાવી દેવા ધમકી આપી ગાળો દીધી હતી. બનાવ અંગે પીએસઆઇ એન.એ.વાઘેલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...