જાફરાબાદ તાલુકાના ધોળાદ્રીમા રહેતા એક આધેડ વાડમા પડેલ જુના વિજપોલનુ બટકુ લેવા જતા ત્રણ શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
જગુભાઇ વિહાભાઇ વરૂ (ઉ.વ.52) નામના આધેડે નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ હનુમાન દાદાના મંદિર પાસે વાડમા જુનુ વિજપોલનુ બટકુ તેના ખેતરની ખડકીમા નાખવા માટે લેવા ગયા હતા ત્યારે કાળુ એભલભાઇ વરૂ, ભીખુ એભલભાઇ અને પ્રતાપ કાળુભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે પ્રતાપભાઇ કાળુભાઇ વરૂએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વિજપોલ બાબતે માથાકુટનુ મનદુખ રાખી જયમત જગુભાઇ વરૂ, જસુભાઇ વીહાભાઇ અને જગુભાઇએ તેના પિતાને મારમારી ગાળો આપી કુહાડીના હાથા વડે તેના મોટાભાઇને માથામા ઇજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ એએસઆઇ આઇ.એ.કથીરી ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.