તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:તું કેમ પ્રેમસંબંધ રાખતી નથી તેમ કહીં મહિલાની છેડતી કરી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 શખ્સે મહિલાના પતિને મારી નાખવાની ધમકી પણ આપી

બગસરાના હડાળામા રહેતા અેક મહિલાને અહી જ રહેતા અેક શખ્સે તુ કેમ પ્રેમસંબંધ રાખતી નથી કહી છેડતી કરી હતી. તેમજ અન્ય ત્રણ શખ્સાેઅે મહિલાના પતિને મારી નાખવાની ધમકી અાપતા અા બારામા ચારેય સામે બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે. અહી રહેતા ગીતાબેન કાંતીભાઇ ચાવડા (ઉ.વ.25) નામની મહિલાઅે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા હિતેષ વિનુ ચાવડાઅે કહેલ કે તુ કેમ પ્રેમસંબંધ રાખતી નથી કરી છેડતી કરી હતી.

અા ઉપરાંત દેવજી ધનજી ચાવડા, વિનુ માણંદ અને સવજી માણંદ નામના શખ્સાેઅે તેના પતિને મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી . તેમજ મહિલાના પતિને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. જયારે વિનુભાઇ માણંદભાઇ ચાવડાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના પુત્રઅે બજારમા વરસાદના પાણીથી ધાેવાણ અટકાવવા ઇંટાે મુકી હાેય તેનુ મનદુખ રાખી મનાેજ મેરામ ચાવડા, કાંતી મેરામ, રસીલાબેન મનાેજભાઇ, ગીતાબેન કાંતીભાઇઅે બેાલાચાલી કરી લાકડી અને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...