તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બજારમાંથી ખાટલો લઇ લેવાનું કહી આધેડને તલવાર બતાવી

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાજુલા તાલુકાના દાતરડી ગામનો બનાવ
 • ત્રણ શખ્સે મુંઢમાર મારી મારી નાખવાની ધમકી પણ આપી

રાજુલા તાલુકાના દાતરડી ગામે રહેતા એક આધેડે બજારમા નડતરરૂપ ખાટલો લઇ લેવાનુ કહેતા ત્રણ શખ્સાેએ બોલાચાલી કરી મુંઢમાર મારી તલવાર બતાવી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.અહી રહેતા છગનભાઇ કાનાભાઇ ભીલ (ઉ.વ.60) નામના આધેડે ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરે જવાના રસ્તે બજારમા ખાટલા નડતરરૂપ હાેય તેને લઇ લેવાનુ કહેતા જેરામ માવજીભાઇ ભીલ, જેન્તી માવજીભાઇ અને ગાેરધનભાઇ માવજીભાઇએ તેની સાથે બોલાચાલી કરી હતી.

ત્રણેય શખ્સાેએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ તલવાર બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.જી.ડાભી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો