ક્રાઇમ:કુંડલામાં ફટાકડા ફાેડવા મુદ્દે યુવકને છરી બતાવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનાે માર માર્યાે

સાવરકુંડલામા હાથસણી રાેડ પર અેક યુવકને રસ્તામા ફટાકડા ફાેડવા મુદે ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી છરી બતાવી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમારી ધમકી અાપ્યાની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહી રહેતા ચિરાગભાઇ મનસુખભાઇ વાઘ નામના યુવકે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઅાે રાત્રીના દસેક વાગ્યે તેના મિત્રાે સાથે પાણીના ટાંકા પાસે પાનના ગલ્લા પાસે ફટાકડા ફાેડી રહ્યાં હતા ત્યારે અેક ફાટકડાે ઉડીને ઝાડ સાથે અથડાઇ જયદીપ યુવરાજભાઇ ખુમાણ પાસે ફુટતા તે ઉશ્કેરાઇ ગયાે હતાે. અા ઉપરાંત યુવરાજભાઇ અને અંકિત બારાેટ અેમ ત્રણેય શખ્સાેઅે તેમની સાથે બાેલાચાલી કરી છરી બતાવી મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે પાેલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...