ક્રાઇમ:ઘર પાસે દારૂની ખાલી કાેથળી નાખવાની ના પાડતા માર માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ અાપી

અમરેલી તાલુકાના રાંઢીયામા રહેતા અેક યુવકે પાેતાના ઘર પાસે દારૂની ખાલી કાેથળીઅાે નાખવાની ના પાડતા અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે તેને મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા વિપુલભાઇ કનુભાઇ કુંભાર (ઉ.વ.26) નામના યુવાને અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘર પાસે દારૂની ખાલી કાેથળીઅાે નાખવાની ના પાડતા નરેશ ઉર્ફે ભકાે જીવા સાેલંકી, મણીબેન જીવા સાેલંકી અને કાજલ નરેશ સાેલંકી નામના શખ્સાેઅે બાેલાચાલી કરી પથ્થર વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

જયારે મણીબેન જીવાભાઇ સાેલંકીઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રવધુ બાજુમા રહેતા શખ્સ સાથે બાેલાચાલી કરતી હાેય જેથી પુત્રવધુને પુછતા તેણે કહ્યું હતુ કે વિપુલ કનુ કુંભાર મારી સામે દાંત કાઢે છે જેથી ઠપકાે અાપતા વિપુલે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ અાર.અેન.માલકીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...